મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી ગયેલી ઇનકમ ટેક્સની ટીમે ઇન્દોર પહોંચી પ્રવીણ કક્કડના ઘર પર તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીની તપાસમાં લગભગ 9 કરોડ રૂપિયા મળી આવ્યા છે.

