કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોતઅને 6 લોકો ઘાયલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે. આ ઇમારતના કાટમાળમાં 40 લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધારવાડના કુમારેશ્વરનગરમાં આ દુર્ઘટના થઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામિએ દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પહોંચાડના નિર્દેશ કર્યા છે. કુમારસ્વામિએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ધારવાડમાં ઇમારત ધરાશયી થવાની દુર્ઘટના જાણીને દુ:ખ થયું. દુર્ઘટના સ્થળે ચાલી રહેલી બચાવ કામગીરીના નિરિક્ષણનું કામ ચીફ સેક્રેટરીને સોંપવામાં આવ્યુ છે સાથે જ વધારાના બચાવ દળને વિશેષ વિમાન મારફતે ઘટના સ્થળે પહોંચાડવામાં આવી રહ્યું છે.