પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પ પર ખર્ચને ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર

મુખ્ય સમાચાર રાજકીય

અમેરિકાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પહેલા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં એક સમિતિના માધ્યમથી 100 કરોડ રૂપિયાના ખર્ચ પર સવાલ ઉઠાવ્યા છે તો ભાજપે પલટવાર કરતા પૂછ્યું કે ભારતનું કદ વધી રહ્યું છે તો કોંગ્રેસ ખુશ કેમ નથી? ભાજપે કહ્યું કે, આજે જે પ્રકારના સોદા ભારત અમેરિકા સાથે કરી રહ્યું છે તેવા યૂપીએ સરકાર વિચારી પણ શકતી નહોતી. બીજીતરફ કોંગ્રેસ નેતા શશિ થરૂરે ઝુપડીઓની સામે દીવાલ બનાવવાને લઈને કટાક્ષ કર્યો છે.

પ્રિયંકા ગાંધીએ પૂછ્યું શું છુપાવી રહી છે સરકાર?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું, ‘રાષ્ટ્રપતિના આગમન પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યાં છે. પરંતુ ઐ પૈસા એક સમિતિના માધ્યમથી ખર્ચ થઈ રહ્યાં છે. સમિતિના સભ્યોને ખ્યાલ નથી કે તે તેના સભ્ય છે. શું દેશને તે જાણવાનો હક નથી કે ક્યાં મંત્રાલયે સમિતિને કેટલા રૂપિયા આપ્યા? સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે.’

નાખુશ કેમ છે કોંગ્રેસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને કોંગ્રેસના સવાલો પર પલટવાર કરતા ભાજપે પૂછ્યું કે ટ્રમ્પના પ્રવાસ વિશ્વના સૌથી મોટા અને જૂના લોકતંત્રની મુલાકાત છે, તેવામાં કોંગ્રેસ ખુશી કેમ અનુભવી શકતી નથી? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ મીડિયાને કહ્યું, ‘વૈશ્વિક સ્તર પર ભારતનું કદ વધવાથી કોંગ્રેસ નાખુશ કેમ છે? પાત્રાએ કહ્યું, ‘ભારત અને અમેરિકાના સંબંધોમાં આ મીલનો પથ્થર મનાતી ક્ષણ છે અને મારી કોંગ્રેસને સલાહ છે કે તે ચિંતિત થવાની જગ્યાએ દેશની સિદ્ધિઓ પર ગર્વ કરવાનું શરૂ કરે.’ તેણે કહ્યું કે, જેવા કારોબારી સોદા અને રક્ષા સોદા આજે અમેરિકા સાથે જોઈ રહ્યાં છીએ, જેને યૂપીએના સમયમાં વિચારી પણ શકાતા નહતા. પરંતુ કોંગ્રેસ પાર્ટી આજે આત્મ નિરીક્ષણ કરવાની જગ્યાએ સવાલ કરી રહી છે.

ખર્ચ કરનારી સમિતિ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈને કોંગ્રેસના નેતા આનંદ શર્માએ શુક્રવારે કહ્યું હતું કે, સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યવસ્થા થઈ રહી છે તે એક ‘નાગરિક અભિનંદન સમિતિ’ તરફથી થી રહી છે. આ સમિતિ કઈ છે? તે ક્યારે બની? તેનું રજીસ્ટ્રેશન ક્યારે થયું અને તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, આર્થિક ક્ષેત્રમાં સહયોગ અને વ્યાપારનું વાતાવરણ અનુકૂળ નથી. અમે સમજીએ છીએ કે આ સંબંધ માત્ર ખરીદદારીનો ન હોઈ શકે. રાષ્ટ્રની સંપ્રભુતા, આત્મ સન્માન અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવું જોઈએ. ગંભીરતા અને ઊંડાણ હોવું જોઈએ. આ પ્રવાસ માત્ર તસવીરો ખેંચાવવા માટે સિમિત ન હોવો જોઈએ.

શું છે મામલો
ટ્રમ્પની યાત્રાને લઈને કરવામાં આવેલી તૈયારીઓના ખર્ચ પર ઘણા સવાલ ઉભા થઈ ગયા છે. સવાલ છે કે અમદાવાદમાં ત્રણ કલાકના ટ્રમ્પના કાર્યક્રમમાં 100 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યાં છે. આ ખર્ચને કોણ ભોગવશે? શું આ ખર્ચ સરકારના ભાગમાં આવશે કે કોઈ તેનો ભાર ઉઠાવી રહ્યું છે? ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, આ હાઈ પ્રોફાઇલ પબ્લિક ઇવેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ તરફથી કરાવવામાં આવી રહી છે. આ ખાનગી સંસ્થા વિશે લોકોને ઘણો ખ્યાલ છે. વિપક્ષ આ સહારે સરકાર પર પ્રહાર કરી રહ્યું છે.