બિહાર કોર્ટ બોમ્બ વિસ્ફોટ કેસ એકને ફાંસી,અન્ય છને જન્મટીપ

મુખ્ય સમાચાર

બિહારના આરા જિલ્લાની કોર્ટમાં વર્ષ 2015માં વિસ્ફોટ કરવાના કેસમાં ભોજપુરની જિલ્લા કોર્ટે આજે એક આરોપીને ફાંસીની અને અન્ય સાતને જન્મટીપની સજા ફટકારી હતી.અધિક જિલ્લા અને સેશન જજ ત્રિભૂવન યાદવે લમ્બુ શર્માને કલમ 302 અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનેગાર માનેી ફાંસીની સજા ફટકારી હતી.

ફાંસીની સજા ઉપરાંત શર્મા પર રૂપિયા 22000નો દંડ પણ ફટકારવામાં આવયો હતો. જન્મટીપની સજા ભોગવનારાઓમાં અખિલેશ ઉપાદ્યાય, રિંકુ યાદવ, પ્રમોદ સિંહ, શ્યામ વિનય શર્મા, અંશુ કુમાર,ચાંદ મીંયા અને નઇમ માંયાનો સમાવેશ થતો હતો.

જજે તમામને કલમ 302 હેઠળ દોષિત માન્યા હતા. કોર્ટે અખિલેશ ઉપાધ્યાય પર રૂપિયા 42 અને અન્ય છ જણા પર રૂપિયા 40-40 હજારનો દંડ ફટકાર્યો હતો. 17 ઓગસ્ટે કોર્ટે આઠ લોકોને સિવિલ કોર્ટમાં કરેલા વિસ્ફોટ બદલ દોષિત ઠેરવ્યા હતા,

પરંતુ બિહારના શાસક પક્ષ જદયુના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર પાંડે ઉર્ફે સુનીલ પાંડે, સંજય સોનાર અને વિનય શર્માને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા.પાંડે હાલમાં લોક જનશક્તિ પાર્ટીમાં છે જ્યારે ચાંદ મીંયા 17 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહી શક્યા નહતો એટલે આજે શરણે આવ્યો હતો. કોર્ટે તેની સામે વોરન્ટ જારી કર્યો હતો અને 17મી ઓગસ્ટ પહેલાં હાજર ના થાય તો તેની સંપત્તિ જપ્ત કરવા પણ આદેશ કર્યો હતો.

23 જાન્યુઆરી, 2015ના રોજ નગીના દેવી તરીકે કોર્ટમાં આવેલી એક આત્મઘાતી આવી હતી જે લમ્બુ શર્માને કસ્ટડીમાંથી છોડાવવા આવી હતી. જેલની વાન કોર્ટ પરિસરમાં આવતાં જ મહિલાએ બટન દબાવી દેતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો લાભ લઇ શર્મા અને અન્યો કોર્ટમાંથી ભાગી છુટયા હતા. મહિલા ઘટના સ્થળે જ મરી ગઇ હતી જ્યારે પોલીસ કોન્સેટેબલ અમીત કુમાર હોસ્પિટલમાં ગુજરી ગયો હતો. પોલીસે 11 જણા સામે કેસ કર્યો હતો.