અમેરિકાએ ઈરાનને ધમકાવ્યું તો રશિયા અને UAE પણ વચ્ચે કુધ્યા, આપી ગંભીર ચેતવણી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા દ્વારા ઈરાનને ધમકી આપ્યા બાદ હવે યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પરિસ્થિતિઓમાં વિશ્વના કેટલાક દેશો અમેરિકાના પક્ષમાં અથવા તેના વિરોધમાં આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં રશિયાએ ચીમકી આપી છે. રશિયાએ ઈરાનનો પક્ષ લેતા કહ્યું કે ઈરાન વિરુદ્ધ અમેરિકાએ હુમલો કર્યો તો ભારે તબાહી સર્જાશે.

બીજી તરફ સાઉદી અરેબિયાએ અમેરિકાનો પક્ષ લેતા કહ્યું કે ઈરાને ગલ્ફમાં ગંભીર સ્થિતિ ઉત્પન્ન કરી છે. આપને જણાવી દઈએ કે ઈરાને તાજેતરમાં અમેરિકાના એક શક્તિશાળી ડ્રોનને નષ્ટ કર્યું છે. આ વિશે ઈરાને નિવેદન આપતા કહ્યું કે અમેરિકાનું આ ડ્રોન ઈરાનની સરહદમાં ધૂસી આવ્યું હતું. પરંતુ પેંટાગનનું કહેવું છે કે આ ઘટના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઘટી છે. આ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સખ્ત વલણ આપનાવી કહ્યું કે ઈરાને આ મોટી ભૂલ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પના નિવેદન બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ચીમકી આપતા કહ્યું કે ઈરાન પર આક્રમણ કરવાથી ભારે તબાહીનો સામનો કરવો પડશે. આપને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ તેહરાન સરકારના નજીકી છે. તેમને કહ્યું કે વોશિંગ્ટન દ્વારા કોઈ પણ પ્રકારે ફોર્સનો ઉપયોગ ક્ષેત્રમાં હિંસાને પ્રોત્સાહન આપશે. એવામાં તેની ભરપાઈ કરવી મુશ્કેલ થશે. ખરેખર, અમેરિકાએ ઈરાનની કાર્યવાહીને કારણ વગરનો હુલમો ગણાવ્યો છે. રશિયાના આગળ આવતા અમેરિકાના પ્રમુખ સહયોગી દેશ સાઉદી અરેબિયાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. સાઉદીએ ગલ્ફમાં પરિસ્થિતિઓ ખરાબ કરવા માટે સીધે ઈરાનને જવાબદાર ગણાવ્યો છે. સાઉદીએ કહ્યું કે તે આ વિશે આગળ શું પગલા લેવા જોઈએ તે વિશે વાટાઘાટ કરી રહ્યું છે.