ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે હવે રાજકીય પક્ષોના નેતાઓ, સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચારનો દોર સંભાળવાના છે. પ્રભારી રાજીવ સાતવ પ્રચાર-પ્રસારના પ્રોગ્રામને આખરી ઓપ આપવા અમદાવાદ પધાર્યા છે. પ્રિયંકા ગાંધી સોમનાથ-અંબાજીમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પ્રિયંકા ગાંધી આદિવાસી વિસ્તારોને ઘમરોળશે. બીજી તરફ કોંગ્રેસ વડા રાહુલ ગાંધી પાંચેક જાહેર સભાને સંબોધશે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી 15 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના 40 જેટલા પ્રચારકો વિવિધ સ્થળોએ ચૂંટણી સભાઓ ગજવશે.

