કાલે ભાજપનો સ્થાપના દિવસ, અમિત શાહ ગુજરાતમાં કરશે ઉજવણી

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

શનિવારે ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી કરશે. અમિત શાહ ગુજરાતમાંથી સ્થાપના દિનના કાર્યક્રમને લોન્ચ કરશે અને પોતે પણ જનસંપર્કમાં નીકળશે. અમિત શાહ સવારે સાડા નવ વાગ્યે વેજલપુર વણઝરમાં સંપર્ક કરશે. તો સાંજે સાબરમતી વિધાનસભામાં આવતા રાણીપ રામજી મંદિરથી સંપર્ક કરશે.

છેલ્લે તેઓ કાળી કલ્ચર પાર્ટી પ્લોટ ખાતે સંપર્ક યાત્રા પૂર્ણ કરશે. તેઓ બોપલમાં આવતી સોસાયટીના આગેવાનો સાથે પણ બેઠક યોજવાના છે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી 10 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સવારે 10 વાગ્યે જૂનાગઢમાં જ્યારે કે બપોરે 12 વાગ્યે બારડોલીના સોનગઢમાં સભા સંબોધશે.