બોલિવૂડ એક્ટર નસીરુદ્ધીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે સંકળાયેલા 600 થી વધુ હસ્તીઓએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવાની અપીલ કરી છે. આ હસ્તિઓએ એક પત્ર લખીને લોકોને અપીલ કરી છે કે મત આપીને ભાજપ અને તેના સહયોગી પક્ષોને સત્તામાંથી બહાર કરો. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બોલિવૂડ એક્ટર નસીરુદ્ધીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે સંકળાયેલા 600 થી વધુ હસ્તીઓએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવાની અપીલ કરી છે. જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. હસ્તિઓએ એક પત્ર લખીને લોકોને અપીલ કરી છે કે મત આપીને ભાજપ અને તેના સહયોગી પક્ષોને સત્તામાંથી બહાર કરો. ઉલ્લેખનીય છે કે, ભાજપને મત નહીં આપવાની અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્ધીન શાહ, ગિરીશ કર્નાડ, એમ કે રૈના અને ઉષા ગાંગુલી જેવા જાણિતા નામો સામેલ છે. આ પહેલા 100 થી વધુ ફિલ્મ નિર્માતાઓએ પણ ભાજપને મત નહીં આપવાની અપીલ કરી ચુક્યાં છે.

