જીતુ વાઘાણીનો બફાટઃ ‘પહેલા મા, પછી પુત્ર અને હવે દીકરી જન્મથી જુઠી’

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ચૂંટણી તારીખો અને ઉમેદવારો જાહેર થઇ ગયા છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ ભાષણો પણ શરૂ થઇ ગયા છે. જે અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જીતુ વાઘાણી ગાંધી પરિવાર પર બફાટ કરતાં નજર આવી રહ્યાં છે. અમરેલી ખાતે લાઠીમાં ભાજપે ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. આ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પોતાના ભાષણમાં જીતુ વાઘાણીએ આક્રારા શબ્દોનો ઉપયોગ કરતાં તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જીતુ વાઘાણીએ કહ્યું કે આખો ગાંધી પરિવાર જુઠો છે. જવાહરલાલ નેહરુથી લઇને રાહુલ ગાંધી સુધી બધા જુઠા છે. જેમાં પહેલા મા, પછી બેટા અને હવે દીકરી પણ જન્મથી જુઠી છે.