સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા પરીક્ષા 2018નું પરિણામ જાહેર કર્યું છે. કનિષ્ટ કટારિયાએ આ વખતે ટોપ કર્યું છે. આઇઆઇટી બોમ્બેમાંથી બી ટેકમાં સ્નાતક કનિષ્ટ કટારિયાએ સિવિલ સેવાની છેલ્લી પરીક્ષામાં ટોપ કર્યું છે. કટારિયા જે SC શ્રેણીના છે અને જયપુરના રહેવાસી છે. કનિષ્ટે યુપીએસસી પરીક્ષામાં વૈકલ્પિક વિષય તરીકે ગણિત વિષયની પસંદગી કરી હતી. તો ગુજરાતમાંથી 18 ઉમેદવાર પણ પાસ થયા છે. જેમાં SEBC કેટેગરીના 7, STના 1, જનરલ કેટેગરીના ત્રણ, SC કેટેગરીના 6 ઉમેદવાર સિલેક્ટ થયા છે. તો આ વખતે એક દિવ્યાંગ ઉમેદવારે પણ બાજી મારી છે. ઉમેદવાર પોતાનું રિઝલ્ટ www.upsc.gov.in પર જઇને ચેક કરી શકે છે. બાકીના ઉમેદવારોમાંથી 15 પુરુષ અને 10 મહિલાઓ છે. ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગે બુધવારે રાતે પરિણામ જાહેર કર્યું. જેમાં સૃષ્ટી જયંત દેશમુખે મહિલાઓની કેટેગરીમાં ટોપ કર્યું છે. સૃષ્ટીએ યુપીએસસીમાં પાંચમો રેંક મેળવ્યો છે.

