હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે કશ્મીર એમનું ક્યારે હતું ? : રાજનાથ સિંહ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ-કશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો કશ્મીર પર કોઈ હક નથી તથા કોઈ પણ દેશ આ મુદ્દે પાકિસ્તાનને સમર્થન નથી કરી રહ્યો. કલમ 370 નાબુદ થયા બાદ કેન્દ્ર સરકારના પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અને સમર્થન મેળવવાના પાકિસ્તાનના પ્રયાસો વચ્ચે રક્ષા મંત્રીનું આ નિવેદન આવ્યું છે. DRDOના એક કાર્યક્રમમા રક્ષા મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન જ્યારે આતંકવાદ મોકલીને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસો કરે છે એવામાં ભારત એમની સાથે ચર્ચા કેવી રીતે કરી શકે.

રાજનાથ સિંહે કહ્યું કે, આપણો દેશ પાકિસ્તાન સાથે સારા પાડોશીનો સંબંધ રાખવા માગે છે, પરંતુ એની પહેલાં પાકિસ્તાને ભારતમાં આતંકવાદી મોકલવા બંધ કરવા પડશે. મંત્રીએ ‘કિસાન-જવાન વિજ્ઞાન મેળા’નું ઉદ્ધાટન કર્યા બાદ કહ્યું કે, ‘પાકિસ્તાનો કશ્મીર પર અધિકાર નથી. જોકે, એમણે ગિલગીટ બાલ્ટિસ્તાન સહિત પાકિસ્તાન અધિકૃત કશ્મીર પર ગેરકાયદે કબ્જો કર્યો છે.’ સિંહે આગળ કહ્યું કે, સાંસદમાં ફેબ્રુઆરી 1994માં સર્વસમ્મતિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો જેમાં ભારતનું વલણ સ્પષ્ટ હતું.

એમણે કહ્યું કે, હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે, કશ્મીર એમનું ક્યારે હતું? પાકિસ્તાનનું સર્જન ભારતથી અગલ કરીને કરવામાં આવ્યું છે. સિંહે કહ્યું કે અમે પાકિસ્તાનના અસ્તિત્વનું સમ્માન કરીંએ છીંએ પરંતુ એનો એ મતલબ નથી થતો કે તેઓ કશ્મીર અંગે નિવેદનો આપતા રહે. એમણે કહ્યું કે, કશ્મીર આપણું રહ્યું છે. આ અંગે કોઈ આશંકા નથી. સત્ય એ છે કે, POK અને ગિલગિટ બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનો ગેરકાયદે કબ્જો છે. પાકિસ્તાનને POKમાં માનવઅધિકાર ઉલ્લંઘન અને અત્યાચારોમાં ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. એમણે કહ્યું કે અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પરે ફોનમાં પાકિસ્તાનને કહ્યું હતું કે, કલમ 370ને નાબુદ કરવી એ ભારતનો આંતરીક મુદ્દો છે.