હવે મને વિશ્વાસ છે કે PM મોદી ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે: શત્રુઘ્ન સિન્હા

મુખ્ય સમાચાર રાજકીય

ગત થોડા દિવસોથી શત્રુઘ્ન સિન્હાના હાવ ભાવ બદલાયેલા દેખાય છે. લોકસભા ચૂંટણી સમયે ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હા ચૂંટણીના રિઝલ્ટ બાદ ઘણા પ્રસંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંસા કરી ચૂક્યા છે.

ટ્રંપ અને PM મોદીની મુલાકાત પર ‘તેરા જાદુ ચલ ગયા’ કહીને પ્રસંસા કરી હતી. જ્યારે હવે કહ્યું કે, મને વિશ્વાસ છે કે સમયની જરૂરીયાતના હિસાબે કાર્ય કરતા તમે દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો.

શત્રુઘ્ન સિન્હાએ પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, હું પ્રાથના કરૂં છું કે તમે, એક રાષ્ટ્રીય અને વૈશ્વિક નેતા હોવાના કારણે આ મહાન રાષ્ટ્ર અને અર્થવ્યવસ્થાને સાચી દિશા આપાવવામાં સફળ થશો. અન્ય એક ટ્વીટમાં શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની દેશની અર્થવ્યવસ્થાને લઇને કરવામાં આવેલી ટ્વીટને ધ્યાનમાં લેવા માગ કરી છે.

એમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાના મુદ્દે યુવા ભારતના ગતિશીલ નેતા રાહુલ ગાંધીની ટ્વીટને પણ ગંભીરતાથી લેવી જોઈએ. એને સમજવી જોઈએ. શત્રુઘ્ન સિન્હાએ RBI ફંડ મુદ્દે કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સિતારમણનું નિવેદન નિરાશાજનક લાગી રહ્યું છે.