પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદમ્બરમની તેમના નિવાસ સ્થાનેથી કરવામાં આવી ધરપકડ

મુખ્ય સમાચાર રાજકીય

આખરે 27 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ED અને CBI ટીમ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિંદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. પી. ચિંદમ્બરમને પકડવા માટે કોંગ્રેસ હેડક્વાટર્સથી CBI ટીમ તેમની પાછળ પાછળ તેમના નિવાસ સ્થાન સુધી ગઈ હતી. તેમના ઘરે એન્ટ્રી ન મળતાં દીવાલ કૂદીને ED અને CBI ના અધિકારીઓ તેમના ઘરમાં પહોંચ્યા હતા. ટોટલ CBI ની ત્રણ ટીમો તેમના ઘરે પહોંચી હતી. આશરે 15થી 20 અધિકારીઓ તેમના ઘરે હાજર હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદમ્બરમે કોંગ્રેસ હેડક્વાટર્સમાં પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું કાનૂનથી ભાગ્યો નથી. હું ન્યાય મેળવવાની કોશિશ કરી રહ્યો હતો. હું માથું ઊંચું કરીને રહીશ. જીવન અને આઝાદીમાંથી હું આઝાદીને પસંદ કરીશ અને આઝાદી માટે લડવું પડે છે. INX મામલે મારી સામે આરોપ નથી. શુક્રવાર સુધી એજન્સીઓએ રોકાઈ જવું જોઈએ. પત્રકાર પરિષદમાં તેમની સાથે સલમાન ખુર્શીદ,કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંધવી પણ હાજર રહ્યા હતા.

પી.ચિંદમ્બરમને બુધવારના રોજ પણ સુપ્રીમ કોર્ટથી તરત રાહત મળી નથી. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અંતરિમ સંરક્ષણની માંગ કરી હતી. કોર્ટ નંબર ત્રણના જસ્ટિસ એન.વી, રમનાની સામે અરજી દાખલ કરીને જલ્દી સુનાવણીની માંગ કરી હતી. પરંતુ જસ્ટિસ રમનાએ કહ્યું, આ અરજી અમે સીજેઆઈને મોકલી રહ્યા છીએ, તેઓ નક્કી કરશે કે આ અરજી પર સુનાવણી ક્યારે કરવામાં આવશે

બુધવારના રોજ કેસ મેંશન નથી થઇ શક્યો એટલે કે બુધવારના રોજ સુનાવણી થશે નહીં. આ મામલે શુક્રવારના રોજ સુનાવણી થશે. CBI અને EDએ પૂર્વીય કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડથી રાહત વળી માંગણીની અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં કૈવિએટ દાખલ કરી છે. હવે કોર્ટ કૈવિએટ દાખલ કરવા વાળા પક્ષને સાંભળ્યા વિના કોઈ મામલે સુનાવણી કરી શકશે નહીં.

પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ કોંગ્રેસ મુખ્યાલયથી નીકળી ગયા છે અને તેમના ઘરે પહોંચી ગઈ છે. આ વચ્ચે CBI ટીમ પણ કોંગ્રેસ મુખ્યાલય ખાતે પહોંચી હતી અને હવે CBI ટીમ પણ પાછળ પાછળ તેમના ઘરે પહોંચી ગઈ છે.