દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 31332 થી ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1007 લોકોના મોત થઈ ગયા છે. કુલ 31332 મામલામાં 1007ના મોત, 7695વ ઠીક/ડિસ્ચાર્જ અને 1 માઈગ્રેટ સામેલ છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં હવે 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના 729 નવા મામલા આવ્યા બાદ રાજ્યમાં કુલ મામલાની સંખ્યા વધીને 9318 થઈ ગઈ છે. અહીં સંક્રમણથી 31 મોત થયા છે અને આની સાથે જ આનાથી મરનાર લોકોનો આંકડો 400થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમણના મામલાની સંખ્યા સામે આવ્યા બાદ કુલ મામલાની સંખ્યા વદીને 3341 થઈ ગઈ. રાજધાનીમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 54ના મોત થઈ ચૂક્યાં છે જ્યારે 1078 લોકો ઠીક થઈ ગયા છે.
દિલ્હી સરકારે જણાવ્યું કે મંગળવારે શાહીન બાગના ડી બ્લૉકમાં મકાન નંબર 152થી 162ને કોવિડ-19 કંટેનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યું છે. આની સાથે જ દિલ્હીમાં કંટેનમેન્ટ જોનની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. આ ઉપરાંત ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યા મુજબ 226 નવા મામલા સાથે રાજ્યમાં 3774 મામલા થઈ ગયા ચે. વિભાગ મુજબ રાજ્યમાં સૌથી વધુ 2543 મામલા અમદાવાદ, 570 સુરત, 255 વડોદરામાં સામે આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢમાં અત્યાર સુધી એકેય કેસ સામે આવ્યા નથી.
મધ્ય પ્રદેશમાં કુલ 2387 મામલા સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધી 120 લોકના મોત થઈ ગયા છે. બિહારમાં કોરોના વાયરસના 20 નવા મામલા સામે આવવાથી રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 366 થઈ ગઈ છે. રાજ્યના કુલ મામલામાં સૌથી વધુ મામલા મુંગેર (92), પટના (92) અને નાલંદા (35)માં છે. જ્યારે સીતામઢી, શેખખપુરા, મધેપુરા, દરભંગા, અરરિયા અને પૂર્ણિયામાં 1-1 જ્યારે વૈશાલીમાં 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજસ્થાનમાં મામલાની સંખ્યા વધીને 2364 થઈ ગઈ. જમ્મુ-કાશ્મીરમાં કુલ પોઝિટિવ મામલા 565 થઈ ગયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 2053 દર્દી અને કર્ણાટકમાં 523 મામલા છે. ચંદીગઢમાં કોરોના વાયરસતી સંક્રમિત 56 લોકોનો પતો લાગ્યો છે, જ્યારે 22 મામલાની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુરમાં 2 અને મેઘાલયમાં 12 મામલાની પુષ્ટિ થઈ છે. જ્યારે આસામમાં 38 મામલાની પુષ્ટિ થઈ છે.