SBI આપી રહી છે 45 મિનીટમાં સૌથી સસ્તી લોન; 6 મહિના સુધી EMI આપવાની જરૂર નથી

મુખ્ય સમાચાર

લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શક્ય છે કે આપને અચાનક વધુ નાણાની જરૂર પડે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ ખાસ ઇમર્જન્સી લોન રજૂ કરી છે. લૉકડાઉનની વચ્ચે આ લોન લેવા માટે આપે ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર નથી. સૌથી સારી બાબત તો એ છે કે આ લોન આપને માત્ર 45 મીનિટમાં જ મળી જશે.

* 6 મહિના સુધી EMI આપવાની જરૂર નથી :સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ લૉકડાઉનને કારણે સર્જાયેલી વેતનકાપ અને ઘંધામાં મંદીની અસરને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે આ લોન રજૂ કરી છે. આ ઇમર્જન્સી લોન માત્ર એસબીઆઇના ગ્રાહકો માટે છે. બેંકે જણાવ્યું છે કે આ લોન લેનારા ગ્રાહકોએ 6 મહિના સુધી કોઇ હપ્તો કે EMI આપવાની જરૂર નથી. 6 મહિના બાદ તેઓ EMI ભરવાનું શરૂ કરી શકે છે.

* સૌથી સસ્તી લોન :
એસબીઆઇએ આ નવા પ્રકારની લોન માત્ર પોતાના ગ્રાહકો માટે જ રજૂ કરી છે. જો કે, આ પર્સનલ લોન પર ગ્રાહકોએ 10.50 ટકાના દરે વ્યાજ ભરવાનું રહેશે. જે હાલ દેશના કોઇ પણ બેંકના પર્સનલ લોન વ્યાજદર કરતાં સસ્તું છે.

* કેવી રીતે કરશો અરજી :
આ ઇમર્જન્સી લોન મેળવવાની પ્રક્રિયા પણ સરળ છે. આ માટે ગ્રાહકોએ તેમના રજીસ્ટર મોબાઇલ નંબર પરથી PAPL<એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંકો> લખીને 567676 પર મોકલવાના રહેશે. મેસેજ મોકલ્યા બાદ આપને મેસેજથી જ જાણ કરવામાં આવશે કે આપ આ લોન માટે યોગ્ય છો કે નહીં. યાગ્ય ગ્રાહકોને નીચેની ચાર પ્રક્રિયામાંથી પસાર થઇને લોન મળી જશે.

– એપમાં Avial Now પર ક્લિક કરો.
 ત્યાર બાદ સમયાવધિ અને લોનની રકમ પસંદ કરો
 રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે
 OTP નંબર નાખતા જ લોનની રકમ આપના બેંક ઍકાઉન્ટમાં જમા થઇ જશે.