ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈ અટકળોનો માહોલ યથાવત છે. ત્યારે તાજેતરમાં ઉત્તર કોરિયાના પ્રમુખ બળવાખોરે એવો દાવો કર્યો છે કે તાનાશાહ કિમ જોંગ ઉનની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેઓ પોતાના પગે ઉભા રહેવામાં પણ અસમર્થ છે. જ્યારે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કિમ જોંગ ઉન કોમામાં જતા રહ્યા છે. જ્યારે કેટલીક ખબરોમાં તો એવો દાવો કરવામાં આવ્યો કે તેમની મોત થઈ ગઈ છે.
જો કે, ઉત્તર કોરિયાઈ તાનાશાહ કિમ જોંગના સ્વાસ્થ્યને લઈ હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી અને કરવામાં આવેલ દાવાઓની પુષ્ટિ કરવી પણ અશક્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગના સ્વાસ્થ્યને લઈ ઉત્તર કોરિયાએ પોતાને દુનિયાથી અલગ કરી દીધું છે અને ત્યાંથી દરેક માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે. ઉત્તર કોરિયાના મીડિયામાં પણ કિમ જોંગની બીમારીને લઈ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. સૂત્રો મુજબ આ દરમિયાન એક ખાનગી મીડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં પૂર્વ ઉત્તર કોરિયાઈ રાજદ્વારી થાઇ યોંગ હો એ કહ્યું કે કિમ પોતાના નબળા સ્વાસ્થ્યથી ઝઝૂમી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે,’મને આ અંગે સ્પષ્ટ માહિતી નથી કે કિમ જોંગ ઉનની ખરેખર કોઈ સર્જરી થઈ છે કે નહીં પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેઓ જાતે ઉભા અને ચાલી નથી શકી રહ્યા.’ ઉલ્લેખનીય છે કે કિમ જોંગની વાસ્તવિક સ્થિતિ અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી પરંતુ આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેઓ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે અન્ય કે મીડિયા રિપોર્ટમાં કહ્યું હતું કે 12 એપ્રિલે કિમ જોંગ ઉનના હાર્ટની સર્જરી થઈ હતી અને આ ઓપરેશન બાદ કિમના સ્વાસ્થ્યમાં સુધાર છે અને તે પોતાના વિલામાં આરામ કરી રહ્યા છે. તબીબોની એક ટીમ સતત તેમના આરોગ્યનું ધ્યાન રાખી રહી છે.

