અમદાવાદમાં નરોડા ગામથી વાસણા સુધી BRTS શરૂ

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદમાં નરોડા ગામથી વાસણા સુધીની સીધી બીઆરટીએસ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. રૂટ નં.૧૪ની આ બસ સેવાથી એસ.ટી. અને રેલવે સ્ટેશનો આવરી લેવાયા છે. કે જેથી આ નરોડા, વાસણાના પટ્ટાના લોકોને એસ.ટી. અને ટ્રેન સેવા સાથે સીધી જ રીતે સાંકળી શકાય.

મેમ્કો ક્રોસ રોડ, જી.સી.એસ.હોસ્પિટલ, રાયપુર, આસ્ટોડિયા, દાણીલીમડા ચાર રસ્તા અને અંજલી જેવા મહત્વના બસ સ્ટેશનોને આ રૂટમાં આવરી લેવામાં આવ્યા છે. આ બસ સવાર અને સાંજના પીક અવર્સમાં દોડાવવામાં આવશે.