સ્કૂલો-કોલેજો અને કચેરીઓ સહિત ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

Uncategorized ગુજરાત મુખ્ય સમાચાર

કાશ્મિરમાં પુલાવાવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી માટે સ્કૂલો,કોલેજો અને યુનિ.સહિત સરકારી કચેરીઓ સહીત ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા અને આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

આતંકવાદી હુમલામા શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલી આપવા અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.જેમા બપોરે ગુજરાત યુનિ.ની એચ.એ.કોલેજના કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને હુમલામા શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ તેમજ યુનિ.ના વિવિધ ભવનોમા ભણતા પીજીના વિદ્યાર્થીઓએ બેનરો  સાથે હુમલાના વિરોધ ધરણા કર્યા હતા અને કેન્ડલમાર્ચ સાથે શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.  કોલેજો અને યુનિવર્સિટી ઉપરાંત શહેરની કેટલીક સ્કૂલોમાં પણ શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.  જ્યારે  અમદાવાદ શહેર ડીઈઓ અને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં અમદાવાદ જિલલા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ડીઈઓ કચેરીઓ સાથે મળીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામા શિક્ષકો જોડાયા હતા તેમજ બંને ડીઈઓ કચેરીઓના અધિકારીઓ સાથે ડીઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષકો ,અધિકારીઓ અને ડીઈઓએ હાથમા કેન્ડલ પકડીને બે મિનિટનું મૌન પાળી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.