પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને હજી તો ત્રણ મહિના થયા નથી. ત્યાં તો પ્રિયંકા બેબી બમ્પ સાથે તસવીરમા ંજોવા મળી છે. આ પરથી બોલીવૂડમાં ચર્ચા છે કે, પ્રિયંકા ગર્ભવતી છે.
પ્રિયંકા ચોપરા હાલમાં ન્યુયોર્ક ફેશન વીકમાં જોવા મળી હતી. જેમાં દેશી ગર્લ ‘બેબી બમ્પ ફ્લોન્ટ’ કરતી જોવા મળી હતી. આ બાદ તે પ્રેગન્ટ હોવાની ચર્ચા ચારેકોર થઇ રહી છે.
સોશિયલ મ ીડિયા પર ફરી રહેલી પ્રિયંકા ચોપરા જોનાસની તસવીરોમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ પરથી તે ગર્બવતી હોવાનો લોકો અટકળ કરી રહ્યા છે. તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રિયંકાએ બેબી બમ્પને ઢાંકવાનો લગીરે પ્રયાસ કર્યો નથી. તેની પ્રેગનન્સીની અફવા ફરી તેજ થઇ ગઇ છે. થોડા સમય પહેલા પ્રિયંકા હોલીવૂડ ફિલ્મ ‘ઇઝ ઇટ રોમેન્ટિક’ના પ્રિમિયરમાં જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકાના બ્લ્યુ ડ્રેસમાં પણ તેના બેબી બમ્પ નજરે ચડયા હતા. સોશિયલ મીડિયાના એક પોર્ટલને નજીકના એક સૂત્રે જણાવ્યું હતુ ંકે, પ્રિયંકા ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનાના તબક્કામાંથી પસાર થઇ રહી છે.

