નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર
#MeToo કેમ્પેઇન હેઠળ રાજકારણથી લઇને ફિલ્મજગતની ઘણી હસ્તીઓ પર યૌનશોષણનો આરોપ લાગી ચૂક્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પર એક મહિલાએ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે રાજકુમાર હિરાણી પર સંજૂ ફિલ્મમાં તેમની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલી મહીલાએ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.
આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે, ફિલ્મ સંજૂના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન હિરાણીએ તેનું શોષણ કર્યું હતું. જ્યારે રાજકુમાર હિરાણીએ આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ આ આરોપોને ફગાવે છે અને દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છે.
જ્યારે આસિસ્ટન્ટનું કહેવું છે કે, 6 મહિના સુધી મેં આ બધું સહન કર્યું. વિરોધ કરવા પર હિરાણીએ તેને ફિલ્મમાંથી દૂર કરી દેવાની અને મોં ખોલવા પર તેની કારકિર્દી પૂર્ણ કરી દેવાની ધમકી આપી. પીડિતા પ્રમાણે ત્યારે તે એટલા માટે કંઇ બોલી નહી કારણ કે, તે પોતાની નોકરી બચાવવા માંગતી હતી. જો તે વિરોધ કરે અને પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ફિલ્મ છોડી દે તો રાજૂ હિરાણી ઇન્ડસ્ટ્રીમાં તેને બદનામ કરી શક્યા હોત.

