સૌથી ગ્લેમરસ સ્ટારનો ખિતાબ દીપિકા પદુકોણે મેળવ્યો

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

દીપિકા પદુકોણને હાલમાં જ મુંબઇમાં યોજાયેલા એક સ્ટાઇલ એન્ડ ગ્લેમરએવોર્ડના ફંકશનમાં સમ્માનિત કરવામાં આવી હતી.

દીપિકાએ પોતાની ઉત્કૃષ્ટ સુંદરતા અને ટેલન્ટ માટે ઘણા પુરસ્કાર જીત્યા છે તેમાં એક વધુ ઉમેરો થયો છે. સાલ ૨૦૧૮ દીપિકા માટે ભાગ્યશાળી રહ્યું છે. જેમાં તેની સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવતને ઝળહળતી સફળતા મળી. તેમજ તેના રણવીર સિંહ સાથે લગ્ન થયા.

હાલમાં જ તેને એશિયાની ‘સૌથી વધુ સેક્સી એશિયન મહિલા ‘નો પુરસ્કાર મળ્યો હતો.સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની ૧૦૦ની યાદીમાં સામેલ થઇ છે. આ ઉપરાંત ફોર્બ્સ સિલેબ ૧૦૦ની યાદીમાં  પાંચમુ સ્થાન મેળવનારી એક માત્ર મહિલા અભિનેત્રી બની ગઇ છે.  દીપિકાની સાત ફિલ્મોએ રૂપિયા ૧૦૦ કરોડની કલબમાં એન્ટ્રી લીધી છે. જ્યારે ફિલ્મ ‘પદમાવાત’ રૂપિયા ૩૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો. વિજ્ઞાાપનજગતમાં પણદીપિકા પસંદગીનો ચહેરો છે. તેથી જ તે આજે સૌથી વધુ ફી મેળવનારી અભિનેત્રીઓમાંની એક છે.