બિહારના 12 જિલ્લામાં એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમનો કહેર યથાવત્ છે. સામાન્ય રીતે આ બિમારીને મગજનો તાવ કહેવામાં આવે છે. ઓફિશયલ આંકડા પ્રમાણે સમગ્ર રાજ્યમાં અત્યારસુધીમાં 73 બાળકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. મુજફ્ફરપુર વિસ્તાર આ બિમારીથી સૌથી વધુ પ્રભાવિત છે.
આ દરમિયાન નિત્યાનન્દ રાયે મીડિયાને કહ્યું કે આવી સ્થિતિ બિહારમાં પહેલીવાર જોવા મળી. કેન્દ્રથી લઇને બિહાર સરકાર સુધી લોકો કામે લાગ્યા છે. જો કે તેઓએ નીતીશ કુમારના મુજફ્ફરપુર નહીં આવવાના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. નિત્યાનંદ રાયે કહ્યું કે સ્વાસ્થ્ય રાજ્યમંત્રી પહેલા આવી ચૂક્યા છે અને રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પણ આવી રહ્યા છે. માત્ર સીએમની વાતને લઇને સવાલ ઉઠાવવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં તમામનું સમર્થન જરૂરી છે. આ બિમારીની તપાસ માટે નોર્વેની ટીમ આવી છે, હાલ પર્યાપ્ત જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ વાતાવરણમાં બાળકોની સર્વાધિક મોત SKMCHમાં થઇ છે. તો સ્વાસ્થ્ય સચિવે મીડિયાને જણાવ્યું કે મુજફ્ફરપુરના બંને હોસ્પિટલમાં અધિકૃત રૂપથી શનિવારે સવારે 69 બાળકોનું મોત થયું છે. હાલ અત્યારસુધીમાં 110 બાળકોનો ઇલાજ ચાલી રહ્યો છે જેમાં 12ની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ એસકેએમસીએચમાં એઇએસથી પીડત બાળકોનું મુલાકાત લીધી. સાથે જ ચિકિત્સકો તથા પ્રશાસનિક પધાધિકારીઓની સાથે બેઠક કરી. જેમાં ઇલાજથી જોડાયેલી સમસ્યા તથા આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ તેઓએ જણાવ્યું કે બાળકોનો સારી રીતે ઇલાજ ચાલી રહ્યો છે. દર્દીના પરીવારજનો પણ તેનાથી સંતુષ્ટ છે. તો એઇએસ પીડિત બાળકોની સંખ્યામાં વધારાને ધ્યાને રાખી એસકેએમસીએચના અન્ય વિભાગોની આઇસીયુને પીઆઇસીયુમાં બદલી સારવાર વ્યવસ્થા કરવામાં આવી છે.