જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં 3 આતંકી હુમલા, 4 આતંકી ઠાર, એક જવાન શહીદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારોમાં આતંકીઓ અને સેના વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓનો ખાતમો થયો છે. અહીના ગાંદરબલ અને રામવન જીલ્લામાં થયેલી અથડામણમાં જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના આઇડી મુકેશ સિંહે રામવનમાં થયેલી અથડામણની જાણકારી આપતા જણાવ્યું કે, આતંકી દ્વારા બંધક બનાવેલા તમામને છોડાવી લેવામાં આવ્યા હતા. જેની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. આ અથડામણમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયા હતા તથા અન્ય બે પોલીસ કર્મચારીઓ ઇજા પામ્યા હતા. જાણકારી મુજબ ઓપરેશન સમાપ્ત થઇ ચૂક્યું છે.

જાણકારી મુજબ ત્રણ આતંકીઓ શનિવારની સવારે રામવનની બટોતમાં સ્થિત એક ઘરમાં ઘૂસી ગયા હતા અને સમગ્ર પરિવારને બંધક બનાવવાના પ્રયત્ન કર્યા હતા. આ દરમિયાન સેનાને કાર્યવાહી કરતા પરિવારના તમામ છ સભ્યોને બચાવી લીધા હતા.

રામવન સિવાય રાજધાની શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ એટેક કર્યો હતો, જો કે આ દરમિયાન કોઇ નુકસાન થયું ન હતું. બીજા એક આતંકી હુમલા સામે સેના કાર્યવાહી દરમિયાન ગાંદરબલમાં એક આતંકીને ઠાર મરાયો હતો.