ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી : ચૂંટણી પંચે હટાવવાના આદેશ કર્યાં

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીની તારીખની જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચે કડક હાથે કામ કરવાનું શરુ કર્યું છે. રેલી અને ભાષણો ઉપરાંત ઈલેકશન કમીશને આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી બેઠાં છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે તેને હટાવવાના આદેશ કર્યાં છે. ECએ તે માટે ફેસબુકને પણ સુચિત કર્યાં છે. ચૂંટણી પંચ તરફથી પહેલાં જ રાજકીય પક્ષોને આદેશ આપ્યાં છે કે કોઈ પણ પક્ષ પોતાના બેનર, પોસ્ટર્સમાં સેના કે સેનાના જવાનની તસવીરનો ઉપયોગ ન કરે. હાલમાં જ એવાં અનેક પોસ્ટર્સ જોવા મળ્યાં હતા જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર હતી. ચૂંટણી પંચ દ્વારા ફેસબુક અને ટ્વિટરને પણ લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યવાહી કરવાનું કહ્યું છે. જેમાં ચૂંટણી સાથે સંબંધિત સામગ્રીઓ હોય.