નવજાત બાળકને એરપોર્ટ પર ભૂલી મહિલા વિમાનમાં બેસી ગઈ, અંતે વિમાનને પાછું લાવી બાળકનું માતા સાથે મિલન કરાવ્યું

દેશ-વિદેશ

વિમાનમાં મુસાફરી કરતાં લોકો ક્યારેક તેમના સામાન એરપોર્ટ પર ભૂલી જતા હોય છે પરંતુ એક વિચિત્ર ઘટનામાં એક મહિલા પ્રવાસી તેના નવજાત શિશુને એરપોર્ટની લોન્જમાં ભૂલી જઈ વિમાનમાં બેસી ગઈ હતી અને વિમાન આકાશમાં પહોંચી ગયું. રિયાધમાં કિંગ અબ્દુલ્લા અજીજ વિમાની મથકની આ ઘટના છે. એક મહિલા પ્રવાસી મલેશિયા જતા વિમાનમાં બેસી ગઈ હતી પરંતુ તેના નવજાતને એરપોર્ટમાં ભૂલી ગઈ હતી. વિમાન ઉડવા લાગ્યું ત્યારે મહિલાને યાદ આવ્યું કે, તેનું બાળક એરપોર્ટ પર રહી ગયુું. મહિલાએ દર્દભરી ચીસ પાડી હતી અને પાઈલોટને વિનંતી કરી કે વિમાન પાછું લઈ જાય પાઈલોટે ટ્રાફિક કન્ટ્રોલને જાણ કરતાં તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા અંતે મુસાફરોની સામૂહિક માગણીને ધ્યાનમાં લઈ વિમાનને રિયાધના હવાઈ મથકે પરત લવાયું ત્યારબાદ બાળક મેળવી લઈ મહિલા પ્રવાસીએ મુસાફરી આગળ ધપાવી.પાઈલોટે કહ્યું કે, આ પ્રથમ અનુભવ છે કે કોઈ મહિલાનું બાળક રહી ગયું હોય.