ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ વિરાટને ’હાફ કેપ્ટન’ કહ્યો છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિહ ધોની ટીમ ઇન્ડિયાનો ’અડધો કેપ્ટન’ છે. બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક રીતે અડધો કેપ્ટન છે.
ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં ૨૬૭ વિકેટ લેનારા બેદીએ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ધોની યુવા ખેલાડી રહ્યો નથી. કેપ્ટનશિપના મોરચે વિરાટને ધોનીનો સાથ જોઇએ. એના વગર તે અસહજ દેખાય છે. આ સારા સંકેત નથી.

