ભારતમાં ફ્લાઈટ્સના ભાડા વધવાની શક્યતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિશ્વના અન્ય દેશોની જેમ ભારતે પણ ઈથોપિયન એરલાઈન્સની વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને મંગળવારે રાત્રે બોઈંગ 737 MAX-8 વિમાન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો છે. ભારતમાં આ પ્રતિબંધની સીધી અસર સ્પાઈસ જેટ અને જેટ એરવેઝ પર પડી છે. સ્પાઈસ જેટ પાસે આવા લગભગ ૧૨, અને જેટ એરવેઝ પાસે પાંચ વિમાન પડ્યા છે. આ વિમાન પર પ્રતિબંધ લાવવાથી તેની અસર અન્ય ફ્લાઈટ્સ પર પણ પડશે તેવું લાગી રહ્યું છે. ભારતમાં એવિએશન કંપનીઓ હાલના સમયમાં અલગ-અલગ પ્રકારના સંકટોમાંથી પસાર થઈ રહી છે. તેમજ ઘણા એવા વિમાનો છે જે ઉડાન નથી ભરી રહ્યા. તાજતરની ફ્લાઈટ્સના ભાડા સામાન્ય દિવસોની સરખામણીએ ખૂબ જ વધારે છે. તેથી એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, બોઈંગ 737 MAX-8 પર પ્રતિબંધ લાદતા ભાડામાં હજુ વધારો નોંધાઈ શકે છે.