ઝારખંડ વિધાનસભા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી તરફ સૌ કોઇની નજર છે. સુત્રો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગમે ત્યારે તારીખ જાહેર થઇ શકે છે. જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય યુદ્ધ અત્યારથી જ શરૂ થઈ ગયું છે.
ગૃહ મંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ દિલ્હીના કડકડડૂમામાં ડીડીડી ઇસ્ટ દિલ્હી હબનું ઉદ્ધાટન પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પર આરોપોની વણઝાર વરસાવી હતી. નાગરિકતા કાયદાને લઇને રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાને લઇને શાહે કેજરીવાલ અને કોંગ્રેસને જવાબદાર ઠેરાવ્યા. તેમણે કહ્યું કે દિલ્હીમાં એક એજન્ડા અંતર્ગત હિંસા ફેલાવામાં આવી.
ભ્રમ ફેલાવાના કારણે હિંસા ફેલાઇઃ શાહ
અમિત શાહે કહ્યું કે નાગરિતા કાયદો પર સંસદની અંદર ચર્તા થઇ, પરંતુ કોઇ બોલવા તૈયાર ન હતા. સાંસદો ગલ્લાતલ્લા કરી રહ્યાં હતા. અને બહાર નીકળી લોકોમાં ભ્રમ ફેલાવાનું શરૂ કરી દીધું. આ ભ્રમના કારણે હિંસા ફેલાઇ. કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ટુકડે-ટુકડે ગેંગે દિલ્હીમાં અંશાતિ ફેલાવાનું કામ કર્યું. હવે તેમને વળતો જવાબ આપવાનો સમય આવી ગયો છે અને દિલ્હીની જનતાએ તેમને દંડ આપવો જોઇએ.

