મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી હાફીઝ સઇદના જુમ્મા(શુક્રવાર)ના પ્રવચન પર પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. લાહોરમાં હાફીઝ સઇદના સંગઠન જમાત ઉદ દાવાના હેડ કવાર્ટરમાં તમામ રેસિડેન્સી કવાટર્સ, પુસ્તકાલય, દુકાનો સીલ કરી દેવામાં આવી છે. ૨૦ વર્ષ અગાઉ જમાત ઉદ દાવાની રચના થયા પછી પ્રથમ વખત હાફીઝ સઇદના જુમ્માના પ્રવચન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સઇદ અને અન્ય ઉચ્ચ નેતાઓએ આજે જમાત ઉદ દાવાના હેડ કવાર્ટરમાં પ્રવેશ કર્યો ન હતો. જેયુડીના સંકુલમાં આવેલ મસ્જિદને પણ હવે દિવસમાં પાંચ વખતની નમાઝ વખતે જ ખોલવામાં આવે છે.

