મેચ ફીના 1 કરોડ રૂપિયા ભારતીય ક્રિકેટરોએ ડિફેન્સ ફંડમાં ડોનેટ કર્યા

ખેલ-જગત મુખ્ય સમાચાર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેમાં જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ મેચ ફીની રકમ આશરે ૧ કરોડ રૃપિયાથી વધુ થવા જાય છે.