લોકસભા બાદ રાજ્યસભામાં પણ RTI સુધારા બિલ ધ્વનિ મતથી પસાર થયું હતું. આ બિલને પહેલા સિલેક્શન કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ વિરુદ્ધ 117,વિપક્ષમાં 75 વોટ પડયા હતા. વોટિંગથી પહેલા કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું. સરકારે આ બિલ માટે જરૂરી નંબર પહેલેથી જ મેળવી લીધા હતા જયારે NDA ને બીજી પાર્ટીઓ તરફથી સમર્થન મળ્યું હતું. TRS, BJD અને PDP તરફથી સરકારને સમર્થન આપીશું તેવી જાહેરાત કરવામાં આવી હતી તો YSR કોંગ્રેસે પણ સરકારના આ સુધારા બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. આ બિલને સિલેક્શન કમિટીમાં મોકલવાની વિપક્ષની મુહિમને જોરદાર ઝટકો લાગ્યો હતો.
આ બિલ માટે વિપક્ષી દળોને મનાવવા માટે પિયુષ ગોયલ અને પ્રહલાદ જોશીએ સરકાર તરફથી મોરચો સાંભળ્યો હતો. બુધવારના રોજ બધા નેતાઓ સાથે વાત કરી હતી. તેમણે ચંદ્રબાબુ નાયડુ, કે ચંદ્રશેખર રાવ, જગમોહન રેડ્ડી અને નવીન પાતનાટક સહીતના નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી. સરકારને આશા છે કે બિલના પક્ષમાં 130થી વધારે વોટ આવશે.
સરકારની દલીલ છે કે આરટીઆઈ બિલમાં બંધારણીય રીતે કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. તો રાજ્યોના અધિકારોમાં પણ કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. વેતનમાં એકરૂપતા લાવવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. આ દ્વારા કાર્યકાળમાં એકરૂપતા લાવવાની કોશિશ કરી હતી. સૂચના આયુકતના નિયુક્તિના કોઈ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. સંબંધિત રાજ્યોને નિયુક્તિ કરવાનો અધિકાર છે. સરકારનો દાવો, રાજ્યસભામાં બિલ પસાર કરવા માટે કોઈ અડચણ નહિ આવે, બિલ સરળતાથી પસાર થઇ જશે.