સ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોત જલ્દી રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતને આ અંગે તૈયાર રહેવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.
જો કે હજુ સુધી આ અંગે નક્કી થયું નથી કે અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે બીજા બે-ત્રણ નેતાઓ કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવશે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એટલું નક્કી છે કે આવનાર થોડા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીમાં નવા અધ્યક્ષની વરણી થશે અને જે ગાંધી પરિવારમાંથી નહીં હોય.
ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતે બુધવારના રોજ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા સાથે દેશ તેમજ જનહિત માટે તેમને પાર્ટીના પ્રમુખ બની રહેવા આગ્રહ કર્યો હતો. પરંતુ સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર રહેવા મનવાના બધા પ્રયત્નો કર્યા બાદ પણ નહી માનતા કહ્યું હતું કે જ્યાં સુધી પાર્ટી નવુ નેતૃત્વ નહી પસંદ કરે ત્યાં સુધી નવી શરૂઆત શક્ય નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેના બદલે પ્રિયંકા ગાંધીના નામ પર પણ વિચારણા કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની સાથે ભાજપે વંશવાદ મુદ્દે વારંવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે. આવામાં રાહુલ ગાંધીના દૂર થઇ જવાથી કોંગ્રેસના કોઇપણ દિગ્ગજ નેતાને અધ્યક્ષ બનાવાથી આ મુદ્દો હંમેશા માટે સમાપ્ત થઇ જશે.
આમ જો સૂત્રોનું માનવામાં આવે તો અશોક ગેહલોતના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનની કમાન ડે. સીએમ સચિન પાયલટને સોંપવામાં આવે તેવી શક્યતા છે. આમ પણ છેલ્લા થોડા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિખવાદને લઇને અટકળો ચાલી રહી છે ત્યારે પાર્ટીને લાગે છે કે અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવાથી આ સમસ્યા પણ દૂર થઇ જશે.