સામાન્યરીતે લોકો એવું જ કહે છે કે બદામ ગુણમાં ગરમ હોવાથી ઉનાળામાં ના ખાવી જોઇએ. તેને વધારે ખાવાથી પેટની તકલીફ, ગેસ અને અપચો થઇ શકે છે. પરંતુ જો તમારે બદામ ખાવી હોય તો એને પલાળીને ખાવી જોઈએ. જો સવાર સવારે આખી રાત પલાળેલી બદામ ખાવામાં આવે તો શરીર સ્વસ્થ કે છે અને મગજને ઠંડક મળે છે.
પલાળેલી બદામ ખાવાના લાભ
– ખરાબ કોલેસ્ટ્રોલ શરીરને બહુ નુકસાન પહોંચાડે છે પણ પલાળેલી બદામ ખાવાથી આવા કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.જેના લીધે હાર્ટએટેકનું જોખમ ઘટે છે. તેનાથી દાંત અને પેઢા પણ મજબુત થાય છે.
– સવારે આ બદામ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટને લગતી તકલીફો નથી થતી. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેથી જ ડાયાબિટીઝના દર્દીઓને તેના સેવનથી લાભ થઇ શકે છે. નબળી યાદશક્તિને મજબુત બનાવવા માટે પણ આવી બદામ ખાવી જોઈએ. બદામમાં ફ્લેવોનાઈડ્સ તત્વ કેન્સર જેવા ગંભીર રોગથી રક્ષણ મળે છે.

