સામગ્રી
* ૫૦૦ ગ્રામ ખજૂર
* ૧ લીટર દૂધ
* અડધી ટી-સ્પૂન વૅનિલા એસેન્સ
* બે ટી-સ્પૂન ચારોળી
* ૧ કપ સીઝનલ ફ્રૂટ્સ
રીત
ખજૂરનાં બી કાઢી કટકા કરી થોડા દૂધમાં ૪ કલાક પલાળી રાખવું. પછી વાટી લેવું. એક તપેલીમાં બાકી રહેલું દૂધ ઉકાળવા મૂકવું. ઊકળે એટલે ખજૂરનો માવો નાખવો. જાડું થાય એટલે ઉતારી વૅનિલા એસેન્સ અને ચારોળી નાખવાં.
કેરી, કેળાં, ચીકુ, લીલી દ્રાક્ષ, સંતરાં જેવાં તમારી ઇચ્છા મુજબ ફળ નાખવાં અને ઠંડું સર્વ કરવું.