આ ગરમીમાં બનાવો ઠંડી ઠંડી રસમલાઈ

આરોગ્ય

ગરમી આવતાંની સાથે જ આપણે સૌ કોઈ ઠંડા પીણા અને ઠંડક આપે તેવું ખાવાનું પસંદ કરીએ છીએ. આજે આપણે બનાવીશું ધોમધખતા તાપમાં ઠંડક આપતી સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપુર એવી રસમલાઈ. સ્વાદના શોખીનોને ભાવે છે અને સાથે સાથે ખુબજ સરળ હોવાથી બનાવવી પણ એટલીજ આસાન છે. આજે આપણે જાણીશું કેવી રીતે ઘર પર જ બનાવાય ઠંડાઈ રસમલાઈ. તમે ઠંડાઈતો પીધી જ હશે અને રસમલાઈ પણ ખાધી હશે આજે આપણે બનાવીશું ઠંડાઈ રસમલાઈ.

બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલાં એક બાઉલમાં બદામ, પિસ્તા અને તરબૂચના બીને 3થી 4 કલાક પલાળી રાખો, જ્યારે તે સોફ્ટ થઈ જાય તેને બારીક પીસી લો. ત્યારબાદ એક પેનમાં લીલી એલચી, સુંઠ, મરી, ધીમા તાપે શેકી લો અને તેને પણ બારીક પીસી લો.
બીજી પેનમાં દૂધ ઉકાળીને તેમાં કેસર, ખાંડ નાખી ઠંડૂ પડવા મુકી દો. ત્યારબાદ તેમાં નટ્સ પાવડર, ગુલાબની પાંખડીઓ નાંખી દો તમારી ઠંડાઈ તૈયાર.