એપ્રિલ મહિનામાં દેશના બજારોમાં કોરોનાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સિકલોરોક્વિનની ૧૫.૪૦ કરોડ ગોળીઓ ઠાલવવનું સરકારનું આયોજન છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. સરકાર દેશમાં પૂરતો જથ્થો રાખીને ૬૨ દેશોમાં આ દવાની નિકાસ કરશે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં દેશમાં દર મહિને ૨ થી ૨.૫ કરોડ ગોળીની જરૃર પડે છે. એપ્રિલ મહિનામાં ફાર્માની રિટેલ દુકાનોને કુલ હાઇડ્રોક્સિકલોરોક્વિનની ૭.૫ કરોડ ગોળીઓ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારેને ૬.૭૫ કરોડ ગોળીઓ આપવામાં આવશે. અઆ ઉપરાંત વિવિધ રાજ્યોને ૮૦ લાખ ગોળીઓ આપવામાં આવશે. ઇએસઆઇસી અને બીપીપીઆઇ જેવી સરકારી સંસ્થાઓને ૪૫ લાખ ગોળીઓ આપવામાં આવશે. આ રીતે ડોમેસ્ટિક માર્કેટમાં કુલ ૧૫.૪૦ કરોડ દવાઓ ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની સારવારમાં હાઇડ્રોક્સિકલોરોક્વિન અને પેરાસિટામોલને મહત્ત્વપૂર્ણ દવા ગણવામાં આવી રહી છે. વિવિધ દેશોની વિનંતીને પગલે ભારત સરકારે આ દવાઓની નિકાસની મંજૂરી આપી

