વૈશ્વિક મહામારી કોરોના વાયરસનીં જંગમાં જોડાયેલા ડૉકટર, નર્સ અને મેડિકલ કર્મચારીઓ થઇ રહેલા હુમલા અને તેમની સાથેની ગેરવર્તૂણકને લઇને સામે આવી રહેલા સતત સમાચારો બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અધ્યાદેશ લાવી તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન 2.0 માં વટહુકમ લાવીને પોતાની શક્તિ બતાવવી પડી. એકવાર નહીં, તેમના મંત્રાલયે અનેક રાજ્યોને સલાહ આપી અને તેમને કોરોના સામેના યુદ્ધમાં રોકાયેલા ડોકટરો, નર્સો અને તબીબી કર્મચારીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.સરકારની એડવાઇઝરી આવતી જ રહી તેમ છતાં આરોગ્ય કર્મચારી સાથેની મારા-મારીની સાથે ગેરવર્તૂણકના મામલા રોકાયા નહીં. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 24 માર્ચ, 4 એપ્રિલ અને 11 એપ્રિલના રોજ એડવાઇઝરી આપવામાં આવી હતી.
આ દરમિયાન કેબિનેટ સચિવએ પણ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સાથે આવી ઘટનાઓને અટકાવવા પગલાં ભરવાની વિનંતી કરી છે. તેમ છતાં, તબીબી કર્મચારીઓ પર હુમલો થયાના સમાચાર આવતા રહ્યાં છે. IB દ્વારા રાજ્યોનો જે અહેવાલ આપવામાં આવ્યો તે પ્રોત્સાહક નહોતો. આ બધા કારણોને લઇને કોરોનાનું યુદ્ધ નબળું ન પડે તે માટે અમિત શાહે પોતાની શક્તિ બતાવવી પડી. પરિણામે કેન્દ્રીય કેબિનેટે વટહુકમ લાવીને તબીબી કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ IB એ દરેક રાજ્યની રિપોર્ટ લીધી હતી કે કેમ આરોગ્યકર્મીઓ પર હુમલાઓ રોકાઇ રહ્યાં નથી. રાજ્યોનું પોલીસ દળ આગળ નથી આવ્યું રહ્યું કે તેમની કાર્યશૈલી પર કોઇ વિધ્ન કરી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આવા ઘણા ઇનપુટ સામે આવ્યાં.
જો કે ત્યારબાદ એઇમ્સના ડોક્ટરો અને IMA ની ચેતાવણી એ અમિત શાહની પરેશાન કરી દીધા હતા. જેને લઇને કેન્દ્રની ચિંતા વધારી દીધી હતી કે જો આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા નહીં મળે તો તેઓ કોરોના સામેની જગંમાં પીછેહઠ કરી શકે છે.