આ કિશોરી દર શુક્રવારે ક્લાઇમેટ ચૅન્જ માટે હડતાળ કરે છે
એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે.
“મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતીને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં જ કંઈક કરવાનું નક્કી કર્યું.”
આ શબ્દો છે સ્વીડનની શાળામાં અભ્યાસ કરતાં કિશોરી ગ્રેટા થનબર્ગના. જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થયું છે.
ગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે. નોર્વેના ત્રણ સાસંદો દ્વારા ગ્રેટાના નામની ભલામણ કરવામાં આવી છે.

