ખેડૂતના ઘરમાં આમીર અને કરીનાએ જમીન પર બેસીને કર્યું લંચ, જુઓ વીડિયો

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

2009માં રીલિઝ થયેલી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. મુવીમાં પહેલીવાર આમિર ખાન અને કરીના કપૂરની જોડી દેખાઈ હતી. દર્શકોએ આ ફ્રેશ પેરને ખૂબ જ પસંદ કરી હતી. સોશિયલ મીડિયા પર એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમિર ખાન અને કરીના કપૂર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના પ્રમોશન દરમિયાન એક ખેડૂતના ઘરે ખાવાનું ખાતા દેખાઈ રહ્યા છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ચંદેરીના એક ખેડૂતના ઘરનો છે. જ્યાં આમિર-કરીના લંચ કરી રહ્યા છે. ખેડૂતનો પરિવાર પણ તે બંનેની સાથે ખાવાનું ખાઈ રહ્યો છે. ખાવાનામાં પૂરી અને શાક છે. આમિર અને કરીના બંનેને તે ખાવાનું ખૂબ જ પસંદ આવ્યુ હતુ. આમિર-કરીના ખેડૂતના પરિવાર સાથે જમીન પર બેસીને ખાવાનું ખાઈ રહ્યા છે. આમિર અને કરીના ખેડૂતના પરિવાર સાથે વાતચીત પણ કરી રહ્યા છે.

વીડિયોમાં આમિર કહી રહ્યો છે- ખૂબ જ દૂરથી આવ્યા છીએ અમે લોકો. ગાડીમાં લાંબો પ્રવાસ કર્યા બાદ ખૂબ જ ભૂખ લાગ હતી. ત્યારબાદ આમિર અને કરીના ભોજનના વખાણ કરી રહ્યા છે. વીડિયોના અંતમાં આમિર પોતાની પાસે બેસેલી બાળકીને પૂછે છે કે- તે ખાવાનું ખાધુ કે નહીં. આમિર-કરીનાનો આ વીડિયો ફેન્સની વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે