લાખો રૂપિયાનો લોન હોય છે અને આર્થિક સંકળામણ વચ્ચે તમે રોડ પર પડેલા દસ લાખ રૂપિયા મળી જાય તો તમે શું કરશો લાલચ અને ઈમાનદારીની જંગ વચ્ચે દિલીપ પોદ્દાર નામના સેલ્સમેનને ઈમાનદારીની અનોખી મિશાલ કાયમ કરી છે.
જ્વેલર્સ શોપની બહાર મળેલા 10 લાખ રૂપિયા સામે ઈમાનદારીની જીત થઇ હતી. પોલીસે લાખો રૂપિયાના માલિક સુધી પહોંચી આ રકમ પરત કરી તો માલિકે પણ ઈમાનદારી બતાવનારી યુવાને બે લાખ રૂપિયાનું ઈનામ આપ્યું છે.
સુરતની સાડીના શોરૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતા દિલીપએ લોકો સામે ઇમાનદારીની એક એવી મિશાલ કાયમ કરી છે. કે લોકો પણ તારીફ કરતા થકી ગયા નહીં. માત્ર પંદર હજાર રૂપિયા મહિનાની નોકરી કરનાર દિલીપને એક દિવસ બેગમાં દસ લાખ રૂપિયા મળી આવ્યા હતા. દિલીપ માટે આ ખૂબ જ મોટી રકમ હતી. દિલીપ માટે દસ લાખ રૂપિયા બે લોન પૂર્ણ કરી દે એવી રકમ હતી. કારણકે દિલીપે પોતાના દીકરા માટે શિક્ષણ લોન અને ઘરનું લોન લીધી છે. પરંતુ દસ લાખ રૂપિયા જોઈને પણ દિલીપના મનમાં એક ટકા પણ લાલચ આવી નહી.
આખરે દસ લાખ રૂપિયાના માલિક મળી આવ્યા હતા. દસ લાખ રૂપિયા તેમને સુપ્રત કરવામાં આવ્યા હતા. પોતાની ઈમાનદારી વિશે જણાવ્યું હતું કે આર્થિક સંકળામણ હોવા છતાં પણ તેને ક્યારેય જોઈ લાલચ આવ્યો નહીં. તે સમજી શકે છે કે આ રોકડ કોઈની જરૂરિયાતની હોય શકે જેથી તેને આ રકમ પરત કરવાનો નિર્ણય લીધો હતો.

