નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલા લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. આ મામલે તુર્કી વ્યકિત ગૉકમેન તાનિસની ધરપકડ કરવામાં આવી છે.
નેધરલૅન્ડ્સના યૂટ્રેખ્ટ શહેરના મેયરે જણાવ્યું છે કે સોમવારે ટ્રામમાં ગોળીબારની ઘટનામાં અત્યારસુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ છે.
પોલીસ 37 વર્ષની એક તુર્કીશ વ્યક્તિ ગોકમેન તાનિસની શોધ કરી રહી હતી અને લોકોને આ શખ્સથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
આતંકવાદ વિરોધી પોલીસનું કહેવું છે કે આ આતંકવાદી હુમલા જેવી ઘટના લાગી રહી છે.
નેધરલૅન્ડ્સમાં ઉચ્ચસ્તરીય ખતરો જાહેર કરવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
સ્થાનિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પરથી હટી જાય તેથી રાહકર્મીઓ આસાનીથી આવી જઈ શકે.
આ હુમલાને પગલે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.

