દુનિયાના સૌથી મોટા રેફ્યૂજી કેમ્પ પર Coronaનો ખતરો, એક જ ઝાટકે લાખો લોકો ભરડામાં આવી જશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયાભરમાં Corona વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વચ્ચે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દુનિયાના સૌથી મોટા રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પને Corona વાયરસનો ખતરો છે. બાંગ્લાદેશના કૉક્સ બાજારમાં ભરચક શિબિરો અને ભીડમાં રહેતા આશરે 10 લાખ રોહિંગ્યા શરણાર્થી Corona વાયરસથી પ્રભાવિત થઇ શકે છે. સાથે જ જાણકારીનો અભાવ અને ગરીબીના કારણે Corona સંક્રમણ સામે લડવુ વધુ મુશ્કેલ બની જશે.

વિશેષત્રોનું કહેવું છે કે શિબિરોમાં ગરીબીની સ્થિતિમાં રહેતા લાખો લોકો માટે આ બિમારી ખતરનાક સાબિત થઇ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં મોટાભાગે રોહિંગ્યા મુસ્લિમ રહે છે. જ્યાં અન્ય દેશોમાં Corona વાયરસના પગલે લોકોને બે મીટરના અંતરે રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યાં શિબિરોમાં રહેતા રોહિંગ્યા માટે આ ખૂબ જ મુશ્કેલ છે.

એક ઝુંપડીમાં 12થી વધુ લોકો રહે છે

પ્રાપ્ત માહિતી અનુસાર, કુટાપલોંગ 6 લાખ રોહિંગ્યા સાથે દુનિયાનું સૌથી મોટુ શરણાર્થી શિબિર છે. જ્યાંના લોકોને દરરોજ ખાવા-પીવાનું એકઠુ કરવા માટે બહાર જવુ પડે છે. અહીં બનેલી દરેક ઝુપડી મુશ્કેલીથી 10 ચોરસ મીટરની છે. જેમાં ઓછામાં ઓછા 12 લોકો એકસાથે રહે છે. સહાયકર્તાનું કહેવું છે કે ઝુપડીનાં અંતરનો અંદાજ તમે તે વાત પરથી લગાવી શકો છો કે તમે પાડોશીના વ્યક્તિની શ્વાસનો અવાજ પણ સાંભળી શકો છો.

સાથે જ બાંગ્લાદેશના પ્રમુખ ડોક્ચર પૉલ બ્રોકમેનનું કહેવું છે કે આ શિબિરોમાં સોશિયલ ડિસ્ટેંસિંગ લગભગ અશક્ય છે. એક અહેવાલ અનુસાર તેમણે જણાવ્યું કે અહીં પડકારોનો માપદંડ ખૂબ જ ઉંચો છે. રોહિંગ્યાની વસ્તીને Corona વાયરસનો ખૂબ વધુ ખતરો છે.

બાંગ્લાદેશે ફક્ત કેટલીક Corona વાયરસ મોત અને 50થી ઓછા કેસની સૂચના આપી છે. પરંતુ વિશેષજ્ઞોને ડર છે કે આ આંકડો તેનાથી વધુ પણ હોઇ શકે છે. રોહિંગ્યા આ બિમારી વિશે ખૂબ ઓછુ જાણે છે કારણ કે સરકારે શરણાર્થીઓ પર સકંજો કસવાના ઉપરાયો અંતર્ગત ગત વર્ષના અંતથી તેમના સુધી ઇન્ટરનેટની પહોંચ બંધ કરી દીધી છે.

જંગલની આગની જેમ ફેલાઇ જશે Corona

જણાવી દઇએ કે તાજેતરમાં જ કૉક્સ બાજાર પાસે જ એક જ બાંગ્લાદેશી મહિલા Coronaની ઝપેટમાં આવી હતી. રોહિંગ્યા સમુદાયના નેતા મોહમ્મદ ઝુબૈરે કહ્યું, અમે ખૂબ જ ચિંતિત છીએ. જો વાયરસ અહીં સુધી પહોંચે, તો તે જંગલની આગની જેમ ફેલાઇ જશે, તેમણે કહ્યું કે, ઘણાં સહાયકર્મી અને સ્થાનિક સામુદાયિક કાર્યકર્તાઓ દરરોજ શિબિરોમાં આવે છે. કેટલાંક પ્રવાસી રોહિંગ્યા પણ તાજેતરમાં જ બહારથી આવ્યાં છે. તેમના દ્વારા પણ Corona અહીં સુધી પહોંચી શકે છે.

અન્ય એક સમુદાયના નેતા સઇદ ઉલ્લાહે જણાવ્યું કે ઇન્ટરનેટ બંધ થવાના કારણે તેમને વાયરસ વિશે વધુ જાણકારી નથી. અમારામાંથી મોટાભાગના લોકો તે નથી જાણતા કે આ બિમારી શું છે. લોકોએ ફક્ત તે સાંભળ્યું છે કે તેનાથી ઘણાં લોકોના મોત થયાં છે. અમારી પાસે તે જાણવા માટે ઇન્ટરનેટ નથી કે શું થઇ રહ્યું છે. અમે અલ્લાહની દયા પર ભરોસો કરી રહ્યાં છીએ.

સંયુક્ત રાષ્ટ્રએ શિબિરોમાં હાથ ધોવા અને સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માટે સ્વયંસેવકો અને સહાયકર્મીઓ મુક્યા હતા. તેમણે સરકારને સામાન્ય ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનો આગ્રહ કર્યો છે. શિબિરોમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા લુઇસ ડોનોવનનું કહેવું છે કે લોકોનું જીવન બચાવવા માટે ઇન્ટરનેટ સંચારની જરૂર પડશે.