ભારતમાં આતંકીઓ ચાંદ પરથી નહી પાડોશી દેશમાંથી આવે છેઃ યુરોપિયન યુનિયન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

યુરોપિયન યુનિયને પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. આમ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ફરી એક વખત મોટો ઝાટકો લાગ્યો છે.

યુરોપના દેશોએ ભેગા મળીને બનાવેલા યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટમાં ઈટાલીના સાંસદ ફુલવાયો માર્તસિલોએ સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, પાકિસ્તાને પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી છે. પાકિસ્તાન એવી જગ્યા છે જ્યાં આંતકવાદીઓ યુરોપમાં હુમલો કરવાની યોજના ઘટતા હોય છે. અહીંયા માનવધિકારીઓનુ મોટા પાયે ઉલ્લંઘન થઈ રહ્યુ છે.

બીજી તરફ પોલેન્ડના સાસંદ રિચાર્ડ જારનેકીએ કહ્યુ હતુ કે, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકવાદી હુમલાઓ થાય છે તેના પર ધ્યાન આપવાની જરુર છે. અહીંયા આતંકીઓ ચાંદ પરથી નહી પાડોશી દેશમાંથી આવે છે. આપણે ભારતનુ સમર્થન કરવુ જોઈએ.

યુરોપિયન યુનિયનની સંસદમાં મોટાભાગના સાંસદોનો ઝોક ભારત તરફી રહ્યો હતો. સંસદે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચનો મામલો છે અને બંને દેશોએ તેના પર શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરીને ઉકેલ લાવવો જોઈએ. તેમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો સવાલ જ નથી. યુરોપિયન યુનિયનની કાશ્મીરમાં કોઈ ભૂમિકા નથી.