ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા મારવાની સ્થિતિ,સિવિલ હોસ્પિટલ તંત્રએ સારી સુવિધાઓ મળતો હોવાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં કોરોના દર્દીઓ માટે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલમાં અમદાવાદના ગાંધીરોડના 25 પોઝિટિવ દર્દીઓને વોર્ડમાં જગ્યા જ નથી કહી 6 કલાક બહાર છુટા મૂકી દીધા હતા. હોસ્પિટલ કે સરકારી તંત્રએ કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. જેનો વીડિયો જાહેર થયા બાદ દોડતા થયેલા તંત્રએ તમામને વોર્ડમાં દાખલ કરી કામગીરી કરી હતી. આજે સવારે સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા જે પોઝિટિવ દર્દી સોનુ નાગર દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો તેની પાસે સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધાઓ મળતી હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી અને કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.

સારી સુવિધાઓ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી
ઉભી કરી સારી સુવિધાઓ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના ધજાગરા ઉડાવતો કિસ્સો રવિવારે રાતે સામે આવ્યો હતો. જેના બાદ  મોડી રાતે ડોકટરો અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતુ. તમામ દર્દીઓને સારામાં સારી સુવિધાઓ અને કીટ આપવામાં આવી હતી. શનિવારે સિવિલ હોસ્પિટલની બેદરકારી માટે પોલીસકર્મીઓએ ફરિયાદ કરી હતી જેની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં તંત્ર સાથે વાતચીત કરી તેઓને એસી વોર્ડમાં ટ્રાન્સફર કર્યા હતા.