પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટી (PEMRA)એ એ ટેલિવિઝન કૉમર્શિયલ એડ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે, જે ભારતમાં પ્રોડ્યૂસ કરવામાં આવી છે અથવા જેમાં ભારતીય કલાકાર છે. PEMRAએ બુધવારનાં એક નિવેદનમાં કહ્યું કે, “પાકિસ્તાની ટીવી સ્ક્રીન્સ પર ભારતીય કેરેક્ટર્સની ઉપસ્થિતિ પાકિસ્તાનીઓનાં દુ:ખોને વધારે છે જે કાશ્મીરી ભાઈઓ પર ભારતીય અત્યાચારોથી પરેશાન છે.”
PEMRA ઑર્ડિનેંસ 2002નાં સેક્શન 27(A)ને લાગુ કરતા ઑથોરિટીએ ડિટૉલ, સનસિલ્ક, સર્ફ એક્સેલ સહિત ઘણી મલ્ટીનેશનલ બ્રાન્ડ્સની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જણાવી દઇએ કે ગત વર્ષે ઑક્ટોબરમાં રેગ્યુલેટરી બૉડીએ ઇન્ડિયન ટેલિવિઝન કન્ટેન્ટ/ચેનલ્સને દર્શાવવાની પરમિશન પાછી ખેંચી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે ભારત સરકારે હાલમાં જ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરનારી કલમ 370ને રદ્દ કરીને જમ્મુ અને કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લીધો હતો. ભારતનો આ નિર્ણય પાકિસ્તાનને પસંદ આવ્યો નહીં અને પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પુલવામા જેવા હુમલાની પણ ધમકી આપી છે.