ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય રીતે તો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે પણ છેલ્લા એક વર્ષમાં પાર્ટીએ ચાર દિગ્ગજ નેતાઓને કાયમ માટે ગુમાવ્યા છે. ઓગષ્ટ 2018 થી ઓગષ્ટ 2019નુ વર્ષ ભાજપ માટે સારુ રહ્યુ નથી.
16 ઓગષ્ટ 2018ના રોજ પૂર્વ પીએમ વાજપેયીનુ અવસાન થયુ હતુ. એ પછી આ વર્ષે 17 માર્ચે ગોવાના સીએમ અને ભાજપના આધારભૂત નેતા મનોહર પરિકરનુ નિધન થયુ હતુ.6 ઓગષ્ટે સુષ્મા સ્વરાજ અને હવે અરુણ જેટલીએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.
ભાજપ માટે આ નેતાઓ આધારસ્તંભ હતા.વાજપેયીજી તો જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ ગયા હતા પણ મનોહર પરિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ મોદી સરકારની પહેલી ઈનિંગમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. જેના થકી મોદી સરકારની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

