પાકિસ્તાને કાશ્મીરની શાંતિ ડહોળવાનો કર્યો વધુ એક પ્રયત્ન, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ ખત્મ કરવામાં આવતા પાકિસ્તાન હડબડાટમાં આવી ગયું છે. તેનો પ્રયત્ન આતંકીઓની ઘુસપેઠ કરાવીને જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવવાનો છે, પરંતુ ભારતીય સુરક્ષા બળોની ચોક્કસાઈનાં કારણે પાકિસ્તાનનો નાપાક ઇરાદો પૂર્ણ થયો નથી. સેનાથી જોડાયેલા સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેના દ્વારા મંગળવારની રાતે આતંકી ઘુસણખોરી કરાવવાનાં મોટા પ્રયત્નને અસફળ કરવામાં આવ્યો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, મંગળવારની રાત્રે જમ્મુ-કાશ્મીરનાં ઉરી સેક્ટરમાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવા માટે પાકિસ્તાની સેના સતત સીઝફાયર તોડી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેના આતંકવાદીઓનાં એક સમૂહને ભારતની સીમામાં ઘુસણખોરી કરાવવાનો પ્રયત્ન કરતી હતી, જેથી એ જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ કરી શકે અને હિંસા ભડકાવી શકે, પરંતુ ભારતીય સેનાનાં જડબાતોડ જવાબથી તે પોતાના નાપાક ઇરાદાઓ પાર કરી શક્યું નહીં. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને પાકિસ્તાનની કોઇપણ હરકતનો સામનો કરવા તૈયાર છે.

સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલા સેના અને બીએસએફ, ભારત-પાકિસ્તાન સીમાની પાસે સઘન સુરક્ષા રાખી રહી છે. જમ્મુ ક્ષેત્રનાં મોટાભાગનાં જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે. કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવા અને રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ આ પહેલો સ્વતંત્રતા દિવસ છે.