હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરને રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ પોલીસે કરી નાંખેલા એન્કાઉન્ટરથી કેટલાક કહેવાતા બુધ્ધિજીવીઓના પેટમાં ભલે તેલ રેડાયુ હોય પણ સામાન્ય માણસ ખુશ છે.
આ વાતનો અંદાજો તેના પરથી જ આવી શકે છે કે, જેવી એ્કાઉન્ટરની ખબર પડી કે તરત જ ઠેર ઠેર હૈદ્રાબાદ પોલીસના કર્મીઓ પર ફૂલોની વર્ષા થઈ હતી. કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ અને જવાનોને ઉભા રાખીને મહિલાઓએ રાખડીઓ બાંધી હતી.
જે જગ્યાએ હેવાનોએ ડોક્ટરને જીવતી સળગાવી હતી ત્યાં જ તેમને પાડી દેવાયા હતા અને આ સ્થળ ફ્લાય ઓવરની નીચે છે. પોલીસ અધિકારીઓ આ સ્થળ પર વધુ તપાસ માટે પહોંચ્યા ત્યારે ફ્લાય ઓવર પરથી લોકોએ તેમના પર ફૂલોની વર્ષા થઈ હતી.
કેટલીક જગ્યાએ લોકોએ ખુશ થઈને પોલીસ કર્મીઓને ખભે બેસાડીને સરઘસ કાઢ્યુ હતુ તો કોઈએ મીઠાઈઓ પણ વહેંચી હતી.

