ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આચારસંહિતાને લઈને થઈ રહેલી ફરીયાદોમાં ચૂંટણીપંચ અનેક રાજકીય નેતાઓને બેફામ ભાષણોમાં કરી રહેલા વાણી વિલાસને લઈને તેમ જ અને ચૂંટણી પંચના નિયમોનું પાલન ન કરનારા ઉમેદવારો પર ચૂંટણીપંચ આકરા પાણીએ કાર્યવાહી આરંભી છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદિત ભાષામાં મતદારોને મતદાનના દિવસે ચોક્કચ પક્ષને મતદાન કરવા માટે અપાયેલી ધમકી બદલ પોલીસ ફરિયાદની કાર્યવાહી બાદ હવે ચૂંટણીપંચના રડારમાં દાહોદના કૉંગ્રેસી ઉમેદવાર બાબુ કટારા આવી ગયા છે.
ચૂંટણી પંચે બાબુ કટારાને નિયમનુસાર ખર્ચનો હિસાબ ન આપતા નોટિસ ફટકારી છે. ચૂંટણીપંચે બાબુ કટારા ઉપરાંત નેશનલ જનતા દળના ઉમેદવાર જગદીશ મેડાને પણ નોટિસ ફટકારી હતી.
આ ઉપરાંત ગાંધીનગરના બે અપક્ષ ઉમેદવારોએ પણ હિસાબો રજૂ ન કરતાં તેમને પણ ચૂંટણીપંચ નોટિસ આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાંથી રહેલા બેફામ ભાષણો અને વિવાદિત ભાષામાં ધમકીઓને લઈ ચૂંટણીપંચ નિયમાનુસાર પગલાં લઈને કડક આચારસંહિતાનું પાલન કરાવવા જેતે નેતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમ જ નોટિસ આપી કડક કાર્યવાહી આરંભતાં રાજકીય પક્ષોના નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

