IAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે.

સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. જો કે, આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે નહી તે અંગેનો નિર્ણય હવે મોદી સરકાર જ લેશે.

26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલાકોટ પર IAF દ્વારા કારયેલી એરસ્ટ્રાઈક બાદ તેના પુરાવા રજુ કરવા અંગે સતત ચર્ચાઓ થઈ રહી હતી. વાયુસેનાએ તેમનાં નિવેદનમાં કહ્યું હતુ કે, તેમનું મિશન સંપૂર્ણ રીતે સફળ થયુ છે. એવામાં પુરાવાઓ રજુ કરવાનો નિર્ણય સરકારે જ કરવાનો છે. વાયુસેનાનાં મુખ્ય એરચીફ માર્શલ ધનોઆએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનનું કંઈ જ નુકસાન થયુ નથી તો તેમની વાયુસેના અમારા વિસ્તારમાં શા માટે આવી હતી.